Bihar Election Results 2020: 'બ્રાન્ડ મોદી'નો જાદુ યથાવત, બિહારમાં NDAને પૂર્ણ બહુમત, જાણો કોને કેટલી બેઠક મળી
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે.
Trending Photos
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે.
આરજેડી બની સૌથી મોટી પાર્ટી
વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે.
(સ્ત્રોત: ચૂંટણી પંચ વેબસાઈટ)
AIIMIMને મળી 5 બેઠકો
આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIIMIMને 5 બેઠકો, એલજેપી અને બસપાએ એક-એક બેઠક જીતી છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત મેળવવામાં સફળ રહ્યો છે.
बिहार ने दुनिया को लोकतंत्र का पहला पाठ पढ़ाया है। आज बिहार ने दुनिया को फिर बताया है कि लोकतंत्र को मजबूत कैसे किया जाता है। रिकॉर्ड संख्या में बिहार के गरीब, वंचित और महिलाओं ने वोट भी किया और आज विकास के लिए अपना निर्णायक फैसला भी सुनाया है।
— Narendra Modi (@narendramodi) November 10, 2020
પીએમ મોદીએ જનતાનો માન્યો આભાર
પીએમ મોદીએ ઉપરાઉપરી ટ્વીટ કરીને કહ્યું કે, "બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો છે. આજે બિહારે દુનિયાને ફરીથી જણાવ્યું છે કે લોકતંત્ર કેવી રીતે મજબૂત કરાય છે. રેકોર્ડ સંખ્યામાં બિહારમાં ગરીબ, વંચિત, અને મહિલાઓએ પણ મત આપ્યો અને આજે વિકાસ માટે પોતાનો નિર્ણાયક નિર્ણય આપ્યો છે." તેમણે કહ્યું કે "બિહારના પ્રત્યેક મતદારે સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ આકાંક્ષી છે અને તેમની પ્રાથમિકતા ફક્ત અને ફક્ત વિકાસ છે. બિહારમાં 15 વર્ષ બાદ પણ NDAના સુશાસને ફરીથી આશીર્વાદ મળવા એ દેખાડે છે કે બિહારના સપના શું છે અને બિહારની શું અપેક્ષાઓ છે."
बिहार के युवा साथियों ने स्पष्ट कर दिया है कि यह नया दशक बिहार का होगा और आत्मनिर्भर बिहार उसका रोडमैप है। बिहार के युवाओं ने अपने सामर्थ्य और NDA के संकल्प पर भरोसा किया है। इस युवा ऊर्जा से अब NDA को पहले की अपेक्षा और अधिक परिश्रम करने का प्रोत्साहन मिला है।
— Narendra Modi (@narendramodi) November 10, 2020
પીએમ મોદીએ ટ્વીટ કરીને એમ પણ કહ્યું કે, "બિહારના યુવા સાથીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે આ નવો દાયકો બિહારનો હશે અને આત્મનિર્ભર બિહાર તેનો રોડમેપ હશે. બિહારના યુવાઓએ પોતાના સામર્થ્ય અને NDAના સંકલ્પ પર ભરોસો વ્યક્ત કર્યો છે. આ યુવા ઉર્જાથી હવે NDAને પહેલાની અપેક્ષા કરતા વધુ પરિશ્રમ કરવાનો પ્રોત્સાહન મળ્યું છે."
બિહારની મહિલાઓને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે, "બિહારની બહેનો-દીકરીઓએ આ વખતે રેકોર્ડબ્રેક મતદાન કરીને દેખાડી દીધુ કે આત્મનિર્ભર બિહારમાં તેમની ભૂમિકા મોટી છે. અમને સંતોષ છે કે વીતેલા વર્ષોમાં બિહારની માતૃશક્તિને નવો આત્મવિશ્વાસ આપવાનો NDAને અવસર મળ્યો. આ આત્મવિશ્વાસ બિહારને આગળ વધારવામાં અમને શક્તિ આપશે." તેમણે કહ્યું કે, "બિહારના ગામ-ગરીબ, ખેડૂતો-શ્રમિક, વેપારીઓ-દુકાનદાર, દરેક વર્ગે NDAના સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મૂળ મંત્ર પર ભરોસો વ્યક્ત કર્યો છે. હું બિહારના દરેક નાગરિકને ફરીથી આશ્વસ્ત કરું છું કે દરેક વ્યક્તિ, દરેક ક્ષેત્રના સંતુલિત વિકાસ માટે અમે પૂરેપૂરા સમર્પણથી સતત કામ કરતા રહીશું."
बिहार की बहनों-बेटियों ने इस बार रिकॉर्ड संख्या में वोटिंग कर दिखा दिया है कि आत्मनिर्भर बिहार में उनकी भूमिका कितनी बड़ी है। हमें संतोष है कि बीते वर्षों में बिहार की मातृशक्ति को नया आत्मविश्वास देने का NDA को अवसर मिला। यह आत्मविश्वास बिहार को आगे बढ़ाने में हमें शक्ति देगा।
— Narendra Modi (@narendramodi) November 10, 2020
આ સાથે તેમણે બિહારમાં કાર્યકરોનો આભાર માનતા કહ્યું કે, "બિહારમાં જનતા-જનાર્દનના આશીર્વાદથી લોકતંત્રએ ફરીથી એકવાર વિજય મેળવ્યો છે. @BJP4Bihar સાથે એડીએના તમામ કાર્યકરોએ જે સંકલ્પ-સમર્પણભાવ સાથે કામ કર્યું તે અભિભૂત કરનારું છે. હું કાર્યકરોને શુભેચ્છા પાઠવું છે અને બિહારની જનતા પ્રત્યે હ્રદયથી આભાર પ્રગટ કરું છું."
અમિત શાહે પણ કરી ટ્વીટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને વિપક્ષી દળો પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું કે ચૂંટણીમાં જનતાએ જે ઉત્સાહથી @narendramodi જી અને NDAની નીતિઓમાં સમર્થન જતાવ્યું તે અદભૂત છે. આ પરિણામે કોરોના વિરુદ્ધ મોદી સરકારની સફળ લડતમાં ગરીબો, મજૂરો, ખેડૂતો, અને યુવાઓનો વિશ્વાસ દેખાડે છે એટલું જ નહીં, પણ આ પરિણામ દેશને ગુમરાહ કરનારા માટે એક સબક છે.
बिहार के हर वर्ग ने फिर एक बार खोखलेवादे, जातिवाद और तुष्टिकरण की राजनीति को सिरे से नकार कर NDA के विकासवाद का परचम लहराया है।
यह हर बिहारवासी की आशाओं और आकांक्षाओं की जीत है...@narendramodi जी और @nitishkumar जी के डबल इंजन विकास की जीत है।@BJP4Bihar के कार्यकर्ताओं को बधाई।
— Amit Shah (@AmitShah) November 10, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે